અમદાવાદ : લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1472 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 6 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 7 દિવસમાં તમામને બદલી વાળી જગ્યા પર હાજર થવા આદેશ કર્યો છે.
આ અગાઉ પણ અમદાવાદ શહેરમાં જીએસ મલિકે પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ બેડામાં 1124 કર્મચારીઓની બદલીઓ કરીને મોટા ફેરફાર કર્યા હતા. ત્યારે આજે એકસાથે 1472 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.7 દિવસમાં તમામને બદલી વાળી જગ્યા પર હાજર થવા આદેશ કર્યો છે.