અમદાવાદ : પિઝાના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. નિકોલમાં ડોમીનોઝ પિઝામાંથી માખી નીકળતા ચકચાર જાગી છે.પિઝા નાના મોટા તમામ લોકોની પ્રિય વાનગી છે. પરંતુ તેની ગુણવત્તા કોઈ ચકાસતું નથી. નિકોલમાં એક ગ્રાહકે પિઝા મંગાવ્યો હતો. પેકેટ ખોલીને તેણે જોયું તો પિઝામાં માખી દેખાતા તે ચોંકી ઉઠ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગ્રાહકે સ્ટોર માલિકને ફરિયાદ કરતા તેણે ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી. આખરે ગ્રાહકે ડોમિનોઝ કંપનીમાં ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતા AMC ના ફૂડ વિભાગે નિકોલના ડોમિનોઝ પિઝા સ્ટોરને બંધ કરવા માટે નોટિસ ફટકારી છે અને સાથે જ ફરમાન કર્યું છે કે AMC જ્યાં સુધી સ્ટોર ફરી શરૂ કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી બંધ રાખવો પડશે.
એક તરફ ગુણવત્તાની વોતો થઈ રહી છે ત્યારે આ રીતે પિઝામાંથી માખી નીકળતા હવે લોકોએ ચેતી જવું પડશે. નહીતર સ્વાસ્થયને ભારે નુકશાન થઈ શકે છે.આ રીતે પિઝામાંથી માખી નીકળતા હવે લોકોએ ચેતી જવું પડશે. નહીતર સ્વાસ્થયને ભારે નુકશાન થઈ શકે છે.