અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રૂ.82 કરોડના ખર્ચે બનાવાયેલા સ્વ. ધીરુભાઈ શાહ અંડરપાસનું સોમવારે જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ AMC ના અધિકારીઓને અધૂરૂ કામ યાદ આવતા અંડરબ્રિજ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં પર AMC ના અંધેર વહિવટની ટીકાઓ થઈ રહી છે. જો કે AMC ના અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે, પાલડી તરફ અંડરપાસમાંથી બહાર નીકળતાં ચાર રસ્તા આવે છે, જ્યાં ભવિષ્યમાં ટ્રાફિક થાય એવું ધ્યાનમાં આવતાં ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી ડિઝાઈન મુજબ સર્કલ બનાવવાનું બાકી હોવાને કારણે હજી 15 દિવસ સુધી નાગરિકોને રાહ જોવી પડશે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રૂ.82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો સ્વ. ધીરુભાઈ શાહ અંડરપાસનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4 માર્ચના રોજ લોકાર્પણ તો કરી દીધું, પણ AMC ના લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓની અણઘડ આયોજનના અભાવે હજી સુધી નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી.પાલડી તરફ અંડરપાસમાંથી બહાર નીકળતાં ચાર રસ્તા આવે છે, જ્યાં ભવિષ્યમાં ટ્રાફિક થાય એવું હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ધ્યાનમાં આવતાં તેઓ દ્વારા ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી ડિઝાઈન મુજબ સર્કલ બનાવવાનું બાકી હોવાને કારણે હજી 15 દિવસ સુધી નાગરિકોને રાહ જોવી પડશે.
સૂત્રોના કહેવા મુજબ શહેરમાં પાલડી અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જ્યારે અંડરપાસ બનાવવા માટે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો ત્યારે સ્થાનિક રાજકારણીઓ અને લોકો દ્વારા અંડરપાસને લઈ રોડ બંધ થવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. એ બાદ મેટ્રો પ્રોજેક્ટ રેલવે વિભાગ અને AMC તંત્ર ત્રણેય વચ્ચે કોણ અંડર પાસ બનાવશે એ મામલે પણ વિવાદ થયો હતો, જેના કારણે અંડરપાસની કામગીરી પાંચ વર્ષ સુધી પૂર્ણ થઈ શકી નહોતી. હવે જ્યારે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે AMC ના અધિકારીઓને ટ્રાફિકનો પ્રશ્ન યાદ આવ્યો અને હવે નવી ડિઝાઈન પ્રમાણે અંડરપાસ પાસે સર્કલ બનાવવા માટે થઈ હજી 10 દિવસનો સમય લગાવશે. AMC ના પ્રોજેક્ટ વિભાગ અને ઇજનેર વિભાગના બેદરકારીના કારણે નાગરિકો માટે હજી પણ અંડરપાસ શરૂ કરાશે નહીં.