25.7 C
Gujarat
Monday, December 23, 2024

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાઈ સૌથી મોટી સ્કીન બેંક, હવે ત્વચા પણ દાન કરી શકાશે

Share

અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક કાર્યરત કરવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલો હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કીન ડોનેશન માટેની સહમતી આપેલી હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે. સ્કીન બેન્કમાં કોઈપણ વ્યક્તિની ચામડીનું પડ લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયો હોય,દાઝી ગયેલા હોય, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયો હોય તેવા સંજોગોમાં આ સ્કીન બેંકમાંથી દાનમાં મળેલી ચામડીનો ઉપયોગ કરી શકાય છે.

મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી તૈયાર કરાઈ છે. આ બેંક અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક હોવાનો સરકારે દાવો કર્યો છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા અંદાજે 48 લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવ્યા છે અને આ સ્કીન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે. જેમાં મૃત વ્યક્તિની ચામડી (ચામડીનું પડ) લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયેલી હોય, દાઝી ગયેલી હોય, અકસ્માત બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલો હોય અને તેમની પોતાની ચામડી લગાવવા માટે મેડીકલી ફીટ ના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો શક્ય ના હોય તેવા સંજોગોમાં આ સ્કીન બેંકમાં રહેલી ચામડીનો ઉપયોગ કરી શકાશે.

તબીબી સૂત્રોના કહેવા મુજબ સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકમાં રહેલી ચામડીનો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં આશરે 400થી વધારે દાઝેલા દર્દી દાખલ થાય છે અને અન્ય એકસીડન્ટના દર્દીઓ કે જેમનામાં ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા 200થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી કાર્યરત કરવામાં આવી છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા લગભગ 48 લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવ્યા છે અને આ સ્કીન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles