અમદાવાદ : ગુજરાતમાં દારુ ઘુસાડવાના અવનવા કિમીયા બુટલેગરો શોધતા જ રહે છે.આવો જ એક નવો કિમીયો અજમાવીને દારુની હેરાફેરી કરવાનો પર્દાફાશ પોલીસે કરી દીધો છે. જેમાં અમદાવાદમાં PCBએ લાખો રુપિયાના દારુના જથ્થાને જપ્ત કરી લીધો છે. પંજાબથી દારૂનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ફરી એકવાર દારુની હેરાફેરી થતી ઝડપાઇ છે. દારુની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો છે. PCBને બાતમી મળી હતી કે એક ટ્રકમાં વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. PCBએ લાખોનો દારૂનો જથ્થો પકડી પાડયો છે. 102 વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો છુપાવીને દારુ લઇ જવામાં આવી રહ્યો હતો. PCBએ ટ્રક, દારૂ સહિત 54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.ત્યારે તેમની ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,આ બન્ને આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. આ દારૂ પંજાબથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો. આ પહેલા પણ રાજ્યમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો.