35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

નારણપુરાની 44 વર્ષ જૂની આ સોસાયટીના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી, બે સભ્યો હતા વિરોધમાં

Share

અમદાવાદ: અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારની એક સોસાયટીના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે નારણપુરા વિસ્તારમાં આવેલી 44 વર્ષ જૂની જર્જરિત ઈમારતો ધરાવતી રંગ મિલન એપાર્ટમેન્ટ્સના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો કર્યો છે.આ સોસાયટીના મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટની તરફેણમાં હતા, પરંતુ સોસાયટીમાં જ બે ફ્લેટ ધરાવતા પિતા-પુત્રે તેની સામે વાંધો લેતા મામલો ઘોંચમાં પડ્યો હતો.

અમદાવાદ મિરરના રિપોર્ટ અનુસાર, નારણપુરાના ડી.કે. પટેલ હોલ સામે આવેલા 1978માં બનેલી રંગ મિલન એપાર્ટમેન્ટ્સમાં સોસાયટીમાં ચાર બ્લોક આવેલા છે, જેમાં 2,331 ચોરસ મીટરના પ્લોટમાં એક બ્લોકમાં 12 એમ કુલ 48 ફ્લેટ ધરાવતી 44 વર્ષ જૂની આ સોસાયટીમાં તમામ ફ્લેટ 56 ચોરસ વારના 1BHK ફ્લેટ હતા.રિડેવલપમેન્ટનો વિરોધ કરનારા પિતા-પુત્રને જે બિલ્ડરને સોસાયટીએ રિડેવલપમેન્ટનું કામ સોંપ્યું હતું તેની સામે વાંધો હતો. જોકે, સોસાયટીના ચેરમેને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરતાં આખરે કોર્ટે વિલંબમાં પડેલા રિડેવલપમેન્ટને મંજૂરી આપી દીધી હતી.

જોકે, 44 વર્ષ જૂની આ સોસાયટી જર્જરિત અવસ્થામાં આવી ગઈ હતી અને તેનું રિપેરિંગ પણ શક્ય ના હોવાનો સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો.11 માર્ચ 2022ના રોજ સ્ટ્રક્ચર એન્જિનિયરે આપેલા રિપોર્ટમાં સોસાયટીને તાત્કાલિક ખાલી કરાવીને તેનું ડિમોલિશન કરાવવા માટે જણાવાયું હતું, આ રિપોર્ટમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે સોસાયટીના ચારેય બ્લોક ઉપરના માળનું વજન સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી.સોસાયટીના ચારેય ટાવરને રહેવાલાયક સ્થિતિમાં લાવવા તેનું રિપેરિંગ કરી શકાય કે કેમ તે અંગે સ્ટ્રક્ચર એન્જિનિયરે પોતાના રિપોર્ટમાં એવું જણાવ્યું હતું કે તેનો ખર્ચો નવું બિલ્ડિંગ ઉભું કરવા કરતાં પણ વધી જશે.

રંગ મિલન અપાર્ટમેન્ટ્સનું રિડેવલપમેન્ટ કરવા માટે સોસાયટીના 75 ટકાથી પણ વધુ સભ્યોએ 2017માં જ પોતાની સહમતી આપી દીધી હતી, અને તેનો પ્લાન 2019માં જ સ્વીકારી લેવામાં આવ્યો હતો. આ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરનારા બિલ્ડરે તમામ મેમ્બર્સને તેમના 1BHK ફ્લેટની સામે શરૂઆતમાં 2BHK ફ્લેટ આપવાની તૈયારી બતાવી હતી.જોકે, બાદમાં સોસાયટીએ વધુ સવલતો તેમજ મોટા મકાન આપવાની વાત કરતા બિલ્ડર તમામ મેમ્બર્સને 3BHK ફ્લેટ આપવા માટે તૈયાર થયો હતો.

તમને જણાવી દઈએ કે સોસાયટીના બહુમતી સભ્યોએ રિડેવલપમેન્ટની તૈયારી બતાવ્યા બાદ તેના ભૂતપૂર્વ ચેરમેન અને તેમના દીકરાએ પોતાની સહમતી પાછી ખેંચી લેવાની સાથે કોર્ટ ઓફ બોર્ડ ઓફ નોમિનિસમાં કેસ પણ કર્યો હતો. જેના કારણે આ સોસાયટીનું રિડેવલપમેન્ટ અટકી પડ્યું હતું, જેને હાઈકોર્ટે તમામ વાંધા ફગાવી દેતા તાજેતરમાં જ મંજૂરી આપી દીધી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles