અમદાવાદ: અમદાવાદ શહેરમાં તા.12/3/2024 ના રોજ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે એક જાહેરસભાના કાર્યક્રમનું આયોજન થનાર હોઈ, જે કાર્યક્રમ દરમિયાન સવારના કલાક 06.00થી બપોર કલાક 14.00 સુધી કરવાનો રહેશે. સુભાષ બ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો બન્ને બાજુનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM મોદીની સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતને લઈને અભય ઘાટ ખાતે પણ જન સભાને સંબોધવાના હોવાને લઈ સ્ટેજ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. મ્યુ સૂત્રો મુજબ મંગળવારથી સાબરમતી ગાંધી આશ્રમના કાર્ગો મોટર્સથી સુભાષ બ્રિજ તરફના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.
તા. ૧૨/૦૩/૨૦૨૪ ના સવાર કલાક ૦૬:૦૦ થી બપોર કલાક ૧૪:૦૦ સુધી.#Trafficupdate #ahmedabad @GujaratPolice @AhmedabadPolice @sanghaviharsh @SafinHasan_IPS pic.twitter.com/cOt79mineZ
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) March 10, 2024
પોલીસ કમિશનરનું જાહેરનામાં મુજબ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત : સુભાષ બ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો બન્ને બાજુનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.વૈકલ્પિક માર્ગની વિગત : પ્રબોધ રાવળ સર્કલથી રાણીપ ટી થઈ પલક ટી થી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઇ વાડજ સર્કલ સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે.
તમને જણાવી દઈએ કે સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.12/3/2024ના સવારના કલાક 06.00થી બપોર કલાક 14.00 સુધી કરવાનો રહેશે.