અમદાવાદ : PM નરેન્દ્ર મોદી 12મી માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.આગામી 12 માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી રાજ્યના અમદાવાદમાં સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હોવાથી તંત્ર દ્વારા તડામાંર તૈયારીઓ ચાલી રહી છે. તંત્રએ તૈયારીઓનો આખરી ઓપ આપ્યો છે. મળતા અહેવાલ કે કૈલાસ નાથન તેમજ અન્ય અધિકારીઓએ PM ના કાર્યક્રમને લઈ ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી ગાંધી આશ્રમના રૂ.1200 કરોડના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે સાંજ સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.
આજે પણ વિદેશથી આવનારા કોઈપણ ટુરિસ્ટ આ આશ્રમને જોવા માટે અચુક આવે છે અને ઈતિહાસને જાણે છે. રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે. હાલનો 5 એકરમાં ફેલાયેલો આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. અંદાજે 1200 કરોડના ખર્ચે આ આશ્રમનું નવીનીકરણ કરવામા આવશે. જેમાં હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં પણ વધારે થશે.
PM નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમ મુજબ 12મી માર્ચના રોજ PM સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. એરપોર્ટથી સીધા તેઓ સાબરમતી ડી કેબીન પાસે આવેલા રેલવેના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં PM અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ભૂજ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે.