અમદાવાદ : સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વીડિયોના આધારે પણ પોલીસ હવે કાર્યવાહી કરે છે ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્વીફ્ટ ગાડીમાં યુવક પોલીસનું સાયરન વગાડી બેફામ ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસના સાયરન સાથેનો ગાડીનો વીડિયો વાયરલ થતાં પોલીસે નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે અસારવામાં રહેતા યુવકની પોલીસે ધરપકડ કરી છે.
શાહીબાગ ઘેવર સર્કલ થી અનમોલ ટાવર જાહેર રોડ ઉપર સ્વીફટ ગાડીમાં પોલીસ સાયરન વગાડતા યુવકનો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે સ્વીફટ ગાડી ચાલક વિરુધ્ધ “એફ” ટ્રાફિક પોલીસ દ્વારા FIR નોંધીને ધરપકડ કરવામાં આવી છે@sanghaviharsh @GujaratPolice @PoliceAhmedabad @SafinHasan_IPS pic.twitter.com/8UghG4ibpq
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 10, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગઇ તારીખ-09/03/2024 માં સોશીયલ મીડીયા તેમજ એફ ટ્રાફિક પોલીસ સ્ટેશનના વ્હોટસેપ ગૃપમાં એક વીડીયો વાયરલ થયેલ હોય જે વીડીયો જોતા એક કાળા કલરની સ્વીફટ ગાડીનં.GJ01WL4729 નો ચાલક પોતાની કારમાં પોલીસ સાયરન સાથે ચલાવી શાહીબાગ ઘેવર સર્કલ થી અનમોલ ટાવર તરફ જાહેર રોડ પર પુર ઝડપે અને બેદરકારી પૂર્વક જતો હોવાનું જણાઇ આવેલ હોય જે વીડીયો આધારે ફોર વ્હીલ ચાલક તેમજ ગાડી માલિકની તપાસ કરતાં ગાડી અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ જે અસારવાનો હોવાનું જણાઇ આવતા એફ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.તેમજ ગાડી સાયરન સાથે કબ્જે કરી હતી છે.
પોલીસ તપાસમાં ગાડી અસારવાના ભોગીલાલની ચાલીમાં રહેતા અજીતસિંહ કિશોરસિંહ રાઠોડની હોવાનું સામે આવ્યું હતું. જેથી, પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે લાયસન્સ જમા કર્યું છે અને લાયસન્સ રદ કરવા RTOને રિપોર્ટ કર્યો છે. આરોપીના પિતા અગાઉ બુટલેગર હોવાનું પણ જાણવા મળ્યું છે.પોલીસે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે, ભયજનક અને વાહન ચલાવતા સ્ટંટ કરતા વ્યક્તિઓની જાણકારી પોલીસે સોંપે જેથી પોલીસ કાર્યવાહી કરી શકે.