35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

અમદાવાદમાં મજાક મજાકમાં ખેલાયો ખૂની ખેલ, સ્ટંટ કરતા યુવકે પોતાના પર જ કર્યુ ફાયરિંગ

Share

અમદાવાદ : શહેરમાં મજાક મજાકમાં સ્ટંટ કરતા યુવકનું મોત થયુ છે. વેજલપુર વિસ્તારમાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત નીપજ્યુ છે. હાલ વેજલપુર પોલીસ FSLની ટીમને સાથે રાખીને તપાસ કરી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરની રૂપેશ સોસાયટીમાં આકસ્મિક ફાયરિંગમાં એક યુવકનું મોત નિપજ્યું છે. આ યુવકનું નામ દિગ્વિજયસિંહ રાજપુત ઉર્ફે ભોલો હતું. 36 વર્ષીય યુવકે નશાની હાલતમાં મજાકમાં પોતાના પર જ ગોળી ચલાવી હતી. મૃતક યુવકે જ્યારે ફાયરિંગ કર્યુ ત્યારે તેનો ડ્રાઇવર અને તેની સાથે એક મહિલા મિત્ર પણ સાથે હતી.યુવાને પોતાની લાઇસન્સવાળા વેપનથી મજાકમાં ફાયરિંગ કર્યુ હતુ. આ રિવોલ્વરમાં ત્રણ રાઉન્ડ ખાલી હતા અને ત્યાર બાદના 3 રાઉન્ડ ભરેલા હતા. હાલ વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં FSL ની ટીમ પણ કામે લાગી છે.

આ ઘટના દિગ્વિજયસિંહના પોતાની માલિકીના નિર્માણધીન બંગલામાં જ બની હતી. મૃતક જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો હતો. તેણે નશાની હાલતમાં પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. લાયસન્સવાળી લોડેડ રિવોલ્વર તેણે પોતાના લમણે મૂકી ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કરવાની મસ્તી કરતો હતો. બે રાઉન્ડ બાદ ત્રીજા રાઉન્ડનું ફાયરિંગ કરતા જ બુલેટ ફાયર થઈ હતી. ફાયરિંગ થતા જ યુવકનું ઘટનાસ્થળે મોત થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા જ ACP કક્ષાના અધિકારીનો સ્થળે પહોંચી હતી. હાલ વેજલપુર પોલીસે FSL ની મદદ લઈ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં હથિયાર પરવાનાને લઈને કેટલીક વિગતો બહાર આવી છે. જેમાં પોલીસ ભલામણ ન હોવા છતાં કલેક્ટર દ્વારા અપાયેલા પરવાનામાં છેલ્લા ત્રણ વર્ષમાં મોરબી સૌથી મોખરે રહ્યું છે. ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં કલેકટરની ભલામણથી પરવાનાની સંખ્યા 319 છે. મોરબીમાં 91 પરવાના કલેકટરની ભલામણથી અપાયા છે. તો છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં ગન રિવોલ્વરના પરવાનાની સંખ્યા 2213 પહોંચી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles