અમદાવાદ : અમદાવાદના અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે જાણીતી છે.આજે સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર (DDRC) દ્વારા 750 થી વધુ જરૂરિયાત દિવ્યાંગોને જરૂરી સાંભળવાના મશીન તથા અન્ય સાધનોમાં ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલ ઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરે સાધનોનું વિતરણ કરાયું
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સ્થિત આદર્શ જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર, (DDRC) ખાતે આ વિતરણ કેમ્પમાં આજે 350 જેટલા જરૂરિયાત મંદ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા. સાધનોમાં 200 જેટલા સાંભળવાના મશીન તથા 150 જેટલા અન્ય સાધન સહાય વિતરણ જેમ કે ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરેનું વિતરણ કરાયું હતું. આ વિતરણ કેમ્પ સાંસદ હસમુખભાઈ પટેલ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તથા ડૉ.રાકેશ જોશી, મેડિકલ સુપ્રિટેન્ડટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રિટેન્ડટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ડીડીઆરસી ઇન-ચાર્જ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ વિતરણ કેમ્પમાં 200 જેટલા સાંભળવાના મશીન તથા 150 જેટલા અન્ય સાધનો જેવા કે ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલ ઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના જરૂરિયાતમંદ 430 જેટલા લાભાર્થીઓને આ અઠવાડિયા દરમ્યાન જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર (DDRC) દ્વારા જરૂરી સાધનો આપવામાં આવશે.
આ માટે સાંસદ હસમુખભાઈ પટેલની ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા 25 લાખની સહાયતા પ્રદાન કરવામાં આવી હતી. ગ્રાન્ટમાં ફાળવેલ રકમમાંથી આશરે 350 જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓને જરૂરી સાધનો આપવામાં આવ્યા છે.