નવી દિલ્હી : એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય નાગરીકોને મોટી રાહત આપી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. શુક્રવાર સવારથી નવો ભાવ અમલમાં આવશે. આ અંગેની જાણકારી ખુદ પેટ્રોલિયમ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આ માહિતી આપી છે.
पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है।
वसुधा का नेता कौन हुआ?
भूखण्ड-विजेता कौन हुआ?
अतुलित यश क्रेता कौन हुआ?
नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું કલ્યાણ અને સુવિધા તેમનું લક્ષ્ય છે.લોકસભા ચૂંટણી પહેલા ગુરૂવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થયું છે. આજે અગાઉ રાજસ્થાન સરકારે રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો.
સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યા બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા થયો છે. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ હવે 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા થયો છે.