અમદાવાદ : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતીઓને નવી 301 એસટી બસોની ગિફ્ટ મળી છે, આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે એક મેગા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડ્રાઇવરો અને કન્ડકટરોના હસ્તે ગુજરાત એસટી વિભાગને નવી 301 એસટી બસો આપવામાં આવી હતી, આ પ્રસંગે મંત્રી ઉપરાંત ધારાસભ્યો અને અમદાવાદ મેયર ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાતીઓને 301 નવી ST બસો લોકાર્પણ કરાયું હતું. STના સ્ટાફ અને ડ્રાઈવર-કંડક્ટર પાસે આ નવી બસોનું લોકાર્પણ કરાવાયુ હતું. આ લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદના GMDC ગ્રાઉન્ડનો યોજાયો હતો. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં STની કાયાપલટ કરાઇ છે. આ પ્રસંગે અમદાવાદના મેયર અને ધારાસભ્યો હાજર રહ્યાં હતા.
નવી બસોના કારણે યાત્રીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આવી નવી બસો નડાબેટથી પણ શરૂ કરાઈ છે, બેટ દ્વારકાથી પણ શરૂ કરાઈ છે. છેલ્લા બે વર્ષમાં કેટલાક નવો રૂટો પણ શરૂ કરાયા છે. STના રૂટ વધારવાનો છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરાઇ રહ્યો છે. રાજ્યમાં ST ડિપાર્ટમેન્ટની છેલ્લા કેટલાક વર્ષોથી કાયપલટ કરવામાં આવી રહી છે.