અમદાવાદ : અમદાવાદની સિવિલમાં આંખની હોસ્પિટલમાં ડોક્ટરને એક યુવકે ફડાકો ઝીંકી લાત મારી પાડી દીધા હતા. બાદમાં મારામારી પર ઊતરેલા યુવકને સુરક્ષાકર્મીએ હાથ પકડી રાખ્યા તો તેને પણ ધક્કો મારવાની કોશિશ કરી હતી. જોકે વચ્ચે પડેલા અન્ય એક ડોક્ટરને પણ ધક્કો મારી પાડી દીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.દરમ્યાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા હુમલો કરનાર દર્દીના સગાની અટકાયત કરવામાં આવી છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલની એમ.એન.જે આંખ હોસ્પિટલમાં દર્દીનું સવારે ઓપરેશન હતું. જે અંતર્ગત હોસ્પિટલમાં ફરજ પરના તબીબે દર્દી અને સગાને સવારે સાત વાગ્યે હાજર રહેવા જણાવ્યું હતું. હોસ્પિટલનાં સૂત્રોના કહેવા પ્રમાણે, દર્દીનું ઓપરેશન હોઈ, સવારે 7 વાગ્યે હાજર રહેવા સૂચના અપાઈ હતી, જોકે એને બદલે 11 વાગ્યે આવ્યા હતા, મોડા આવ્યા હોવાથી આજે ઓપરેશન નહીં થાય એમ તબીબે કહ્યું તો દર્દીના પુત્રે રોષે ભરાઇ ડોક્ટરને ફડાકો મારી દીધો હતો. દર્દીના સગાએ ડોક્ટર પર હાથ ઉપાડવાની સાથે ગાળાગાળી પણ કરી હતી.ગુસ્સે થયો હતો અને ઓપરેશન કરવું પડશે તેમ કહેતા ડોક્ટરને તમાચો માર્યો. દર્દીના સગાએ ડોક્ટર સાથે બબાલ કરતા અપશબ્દો પણ કહ્યા હતા.
યુવકે સુરક્ષાકર્મી પર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દરમ્યાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા હુમલો કરનાર દર્દીના સગાની અટકાયત કરવામાં આવી છે.