અમદાવાદ : એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં પ્રવાસ વધી ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ફરી એકવાર વતન આવવાના છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ આજે ગુજરાતની મુલાકાત લેશે. અંદાજીત બપોરે 12.00 વાગ્યે અમિત શાહ અમદાવાદ પહોંચશે. પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરશે. અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત પણ લઇ શકે છે.લોકસભા ચૂંટણીને લઈને બેઠકના આયોજનની શક્યતા છે.
આ અગાઉ ગત 15 માર્ચથી તેમણે પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ગુરુકુળ રોડથી તેમણે ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતા. સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે પ્રચારની શરૂઆત કરી હતી.