અમદાવાદ: અમદાવાદ શહેરના નાના મોટા દવાખાનાથી માંડીને એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલની ઓપીડી પણ વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લુના દર્દીઓથી ભરાઈ રહી છે. ત્યારે અમદાવાદની અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પાંચ સ્વાઇન ફ્લૂના, બે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગત એક સપ્તાહ દરમિયાન 10,000થી વધુ દર્દીઓ સારવાર અર્થે પહોચ્યા હતા.
છેલ્લા એક મહિનાથી સતત શહેરના ઘરઘરમાં રોગચાળો વકર્યો છે.હાલ શહેરમાં ગરમીનું પ્રમાણ વધતા ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ દર્દીઓને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે ચાલુ મહિનાના અંતમાં જ અમદાવાદની અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પાંચ સ્વાઇન ફ્લૂના અને બે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગત એક સપ્તાહ દરમિયાન 10 હજારથી વધુ દર્દીઓ સારવાર અર્થે પહોંચ્યા હતા.
જો કે સિવિલ હોસ્પિટલ દ્વારા તકેદારીના ભાગરૂપે કોરોના અને સ્વાઈન ફ્લૂ જેવા ઘાતક રોગો વધુ જીવલેણ ન બને તે માટે દર્દીઓને ખાસ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય સિવિલ તંત્ર દ્વારા અન્ય બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દાખલ દર્દીને સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.