અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રિંગ રોડ ઉપર અકસ્માત દરમિયાન બેભાન થયેલા એક વ્યક્તિને ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા CRP આપી જીવ બચાવવામાં આવ્યો હતો. છાતી ઉપર CRP આપતા શ્વાસ ફરીથી શરૂ થયો હતો અને તાત્કાલિક તેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસને જીવ બચાવવા માટે આપવામાં આવેલી ટ્રેનિંગના કારણે આજે એક વ્યક્તિનો જીવ બચાવી શક્યા હતા.
View this post on Instagram
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના રિંગ રોડ ઉપર સવારના સમયે વસ્ત્રાલ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે મહેશકુમાર જાની પોતાનું એકટિવા લઈ પાંજરાપોળ ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન આઈસર સાથે ટક્કર વાગતા રોડ ઉપર પડી જતા તેમને જમણા હાથે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી અને બેભાન થઈ ગયા હતા.તેમનો શ્વાસ બંધ જતાં ત્યાં હાજર આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ કાળુંસિંહ અને ખુમાનસિંહ દાનાભાઈ તથા કોન્સ્ટેબલ વિક્રમસિંહ રાજભાઈ તેમજ દશરથજી રાજેશકુમાર સ્ટાફના માણસો સાથે ફરજ ઉપર હાજર હતા.
ટ્રાફિક પોલીસ દ્વારા CPR આપવામાં આવ્યો હતો. પાંચ મિનિટ સુધી તેઓના હૃદય પર CRP કરવામાં આવતા ફરીથી શ્વાસ ચાલુ થયા હતા. 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આમ ટ્રાફિક પોલીસને જીવ બચાવવા માટે આપવામાં આવેલી ટ્રેનિંગના કારણે આજે એક વ્યક્તિનો જીવ બચાવી શક્યા હતા.