અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં TRP મોલમાં તારીખ 23 માર્ચની રાત્રે 10.30 વાગ્યાની આસપાસ મોલના પાંચમા માળે આવેલા બાળકોના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આગ પાંચમા માળથી પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી અને આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.અમદાવાદના TRP મોલમાં અગાઉ લાગેલી આગ મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્રે જણાવીએ કે, AMCએ મોલમાં થિયેટર, હોસ્ટેલને સીલ કર્યુ છે. પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોનને પણ સીલ કર્યું છે. મંજૂરીના વિરુદ્ધમાં ઉપયોગ કરાતા AMCએ કાર્યવાહી દોર ચલાવ્યું છે.
તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ TRP મોલમાં આગ લાગવાના મામલે AMC તંત્ર હરકતમાં આવ્યું છે. આ TRP શોપિંગ મોલમાં ચોથા માળે બોપલ લક્ઝુરિયસ ગર્લ્સ PG આવેલી છે, જેમાં 100થી વધુ છોકરીઓ રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જે રીતે પરવાનગી લેવામાં આવી હતી તેના વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવતા થિયેટર, પીજી ગર્લ્સ હોસ્ટેલ અને ગેમ્સ ઝોનને સીલ મારવામાં આવ્યુ છે.મંજૂરીના વિરુદ્ધમાં ઉપયોગ કરાતા AMCએ કાર્યવાહી દોર ચલાવ્યું છે.
TRP મોલના સંચાલકો દ્વારા ફાયર NOC મેળવવામાં આવી હતી. જગ્યાએ ફેઝ-1, બ્લોક-A (TRP મોલ)ની મળેવેલ વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી તેમજ ચોથા માળે PG અને પાંચમા માળે અને છઠ્ઠા માળે આવેલા ગેમ ઝોન, થિયેટરના માલિકોને વપરાશ પરવાનગીની છુટ આપી હતી. જેમાં વિપરીત ઉપયોગ જણાતાં તારીખ 26મી માર્ચ 2024થી નોટિસ આપવામાં આવી હતી. તેમજ આજે સત્તાધીશોની મંજૂરી લઈ બોપલ લક્ઝુરીયસ ગર્લ્સ PG, ફનઝોન, ગેમ ઝોન, મુક્તા એ-2 સિનેમા વપરાશ બંધ કરાવી સીલ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલાં TRP મોલમાં શનિવારે રાતે ભીષણ આગ લાગી હતી. TRP શોપિંગ મોલમાં ચોથા માળે બોપલ લક્ઝુરિયસ ગર્લ્સ PG આવેલું હતું. શોપિંગ મોલ હોવા છતાં પણ ત્યાં રેસિડેન્શિયલ PG શરૂ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા PG સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી હેતુફેર કરવા અંગે નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. જો કે, અત્યારે સીલ કરાયું છે.