અમદાવાદ : અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વટવામાં હવસખોર પિતા છેલ્લા એકાદ વર્ષથી પોતાની સગીર વયની દીકરી પર બળાત્કાર ગુજારતો હતો. આખરે દીકરીએ કંટાળી સમગ્ર હકીકત પોલીસને જાણ કરી હતી. સગીર દીકરીની ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
શહેરના વટવા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતો પિતા તેના ત્રણ સંતાનો સાથે રહેતો હતો. જોકે છેલ્લા આઠ વર્ષથી માતા ઘર છોડીને ચાલી ગઈ હોવાથી ત્રણેય સંતાનોનો ઉછેર પિતા દ્વારા જ કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી પિતા દ્વારા તેની 15 વર્ષની મોટી દીકરી પર નજર બગાડી હતી. એક પિતાએ પોતાની સગી દીકરી પર જ નજર બગાડી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. તેને મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજારતો હતો. જોકે નરાધમ બાપની આવી હરકતથી કંટાળી દીકરી પોલીસને શરણે પહોંચી હતી અને દીકરીની ફરિયાદને આધારે પોલીસે પિતાની ધરપકડ કરી હતી.
જો કે છેલ્લા આઠ વર્ષથી માતા ઘર છોડીને ચાલી ગઈ હોવાથી ત્રણેય સંતાનોનો ઉછેર પિતા દ્વારા જ કરવામાં આવતો હતો. છેલ્લા એક વર્ષથી પિતાએ તેની 15 વર્ષની મોટી દીકરી પર નજર બગાડી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજારતો હતો. જોકે નરાધમ બાપની આવી હરકતથી કંટાળી દીકરી પોલીસને શરણે પહોંચી હતી અને દીકરીની ફરિયાદને આધારે પોલીસે પિતાની ધરપકડ કરી હતી.