અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં આવેલ સરદાર હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ખાણીપીણીની દુકાન પર મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ચાર અસામાજિક તત્ત્વોએ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી પૈસા ન આપતા કેશ કાઉન્ટર સાંભળતા વ્યક્તિએ પૈસા માગ્યા હતા. આથી આ ચારેય શખસે રોફ જાડી લાકડીથી તોડફોડ કરી હતી. આ સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે. સ્થાનિક પોલીસે ચારેય શખસ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાણીપીણીની દુકાન પર મારામારીની ઘટના સામે આવી હતી. જ્યાં શાસ્ત્રીનગર પાસે આવેલા સરદાર કોમ્પલેક્ષમાં ચા નાસ્તાના પૈસા આપવા મામલે અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ તેઓએ દુકાનની બહાર મૂકેલા કાઉન્ટર ઉપર તોડફોડ કરવા લાગ્યા હતા. તેઓએ અમુક કાઉન્ટરોના કાચ તોડી નાખ્યા અને એક કાઉન્ટર ઊંધું વાળી દીધું હતું. તેમજ દુકાનની બહાર લગાવેલા ટીવીનો કાચ પણ લાકડીથી તોડી નાખ્યો હતો. જેને લઈને દુકાનના તમામ ગ્રાહકો ત્યાંથી બીકના માર્યા ભાગી ગયા હતા.આ ઘટનામાં 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
તમને જણાવી દઈએ કે અસામાજિક તત્વોએ રેસ્ટોરેન્ટમાં નાસ્તો કર્યો પછી દુકાનદારે તેમની પાસેથી રૂપિયાની માંગ કરી હતી પણ આ શખ્સો પાસે રૂપિયા માંગતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. લાકડીઓ કાઢીને રેસ્ટોરેન્ટમાં તોડફોડ આદરી હતી. આ દૃશ્ય જોઈને આસપાસ ઉભેલા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા.સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી.