અમદાવાદ : અમદાવાદની ત્રિપદા સ્કૂલમાં લોન કૌભાંડમાં અમદાવાદ DEOએ તપાસ પૂર્ણ કરી છે અને આ મામલે ત્રિપદા સ્કૂલના સંચાલકોને ક્લીન ચિટ આપી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ આ સમગ્ર મામલે અમદાવાદ DEOએ કહ્યું કે ત્રિપદા સ્કૂલ સ્વનિર્ભર છે. તપાસ રિપોર્ટમાં સ્કૂલે કરેલી દલીલનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે ફરિયાદી વિનોદ ચાવડા પુખ્ત છે અને પોતે શું કરે છે તે સમજી શકવા સક્ષમ છે. અરજીમાં શાળા અને શિક્ષક વચ્ચે લેણ-દેણ સ્પષ્ટ થાય છે. DEOએ કહ્યું કે રાજ્યની કોઈ પણ ખાનગી સ્કુલ તેના શિક્ષક પર લોન ઉઠાવે તો શિક્ષણ વિભાગ કાર્યવાહી કરી શકતું નથી.
આ અગાઉ સ્કૂલ દ્વારા શિક્ષકોના નામે સંચાલક દ્વારા બારોબાર આત્મનિર્ભર લોન લઈ લેવાતા વિનોદ ચાવડા નામના શિક્ષક દ્વારા CMOમાં ફરિયાદ કરાઈ હતી. ત્યારે શિક્ષક વિનોદ ચાવડાની ફરિયાદ મામલે CM તરફથી DEOને તપાસના આદેશ અપાયા હતા.