અમદાવાદ : અમદાવાદની સાબરમતી નદી કે જ્યાં પહેલા લોકો આવવાનું પણ પસંદ ન કરતા હતા. ત્યાં હવે દરરોજ હજારો લોકો સાબરમતી નદીની રિવરફ્રન્ટની મુલાકાત લઈ રહ્યા છે અને તેમાં પણ અટલ બ્રિજ ઉમેરાયા બાદ પ્રવાસોની સંખ્યામાં ઓર વધારો થયો છે. જે અટલ બ્રિજ અને રિવર પણ અમદાવાદની ઓળખ સાથે અમદાવાદનું ગૌરવ પણ બન્યું છે.
અમદાવાદીઓના ફરવાલાયક સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ પર સહેલાણીઓને આકર્ષવા માટે બનાવેલો આઇકોનિક અટલ બ્રિજ મુલાકાતીઓમાં વધુ લોકપ્રિય બની રહ્યો છે. વર્ષ 2022માં ઉદ્ઘાટનથી માર્ચ 2024 સુધી અટલ બ્રિજની 39.24 લાખ લોકોએ મુલાકાત લીધી છે, જેનાથી રૂ.10.17 કરોડની આવક થઈ છે. અટલ બ્રિજ અને ફ્લાવરપાર્ક બંનેમાં 12.27 લાખ જેટલા મુલાકાતીઓએ વિઝીટ કરી છે અને રૂ. 4.51 આવક થઈ છે. અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક બંને મળી 48.51 લાખ લોકોએ મુલાકાત લીધી છે, જેની સંયુક્ત આવક રૂ. 14.69 કરોડ થઈ છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર 70 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા અટલ ફૂટઓવર બ્રિજનું આકર્ષણ વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં 19.15 લાખ લોકોએ મુલાકાત લીધી છે, જેનાથી 5.39 કરોડની આવક થઈ છે. જ્યારે માત્ર ફ્લાવર પાર્કની 1.56 લાખ લોકોએ મુલાકાત લીધી છે અને 28.46 લાખ આવક થઈ છે. અટલ ફ્રુટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક બંનેની કુલ 7.74 લાખ લોકોએ મુલાકાત લીધી છે, જેનાથી 2.85 કરોડ આવક થઈ છે. છેલ્લા એક મહિનામાં અટલ ફૂટઓવર બ્રિજ અને ફ્લાવર પાર્ક બંને મળી 28.46 લાખ લોકોએ મુલાકાત લીધી છે, જેનાથી 8.53 કરોડની આવક થઈ છે