અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ આવી પહોંચ્યા છે. જે બાદ બોપલ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓને મળવા જતાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરણાની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામા આવી છે. મહિપાલસિંહ અમદાવાદમાં ગોતામાં રાજપુત ભવન ખાતે આગેવાનો સાથે બેઠક કરી હતી જે બાદ તેઓ જૌહરની ચીમકી ઉચ્ચારનાર ક્ષત્રિય મહિલાઓને મળવા જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની અટકાય કરવામા આવી હતી. મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
અગાઉ ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સોશિયલ મીડિયામાં ચીમકી ઉચ્ચારતા બોપલમાં તેમના નિવાસ સ્થાને બંદોબસ્ત ગોઠવાયો હતો. રૂપાલા વિવાદમાં આજે સવારે જ કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદ આવ્યા છે અને તેઓ બોપલમાં પ્રજ્ઞાબાને મળવા જતા હતા.