અમદાવાદ : શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને AMC દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે.ગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ AMCની ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સ્વચ્છતા સ્કવોડ વાનની ટીમ દ્વારા મેમનગર વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર રોડ પર ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 4 દુકાનને સીલ મારવામાં આવી હતી. જાહેરમાં ન્યુસન્સ ગંદકી કરવા બદલ 72 દુકાનો-ઓફિસો વગેરેને નોટિસ આપી હતી. 4.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.1.24 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
બીજી તરફ જાહેરમાં કચરો અને કાટમાળ અનેક લોકો દ્વારા નાખવામાં આવે છે પરંતુ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કેટલીક જગ્યાએ માત્ર નામની કાર્યવાહી કરવા નોટીસ આપી અને દંડ ફટકારવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઝોનના અને વોર્ડના કર્મચારીઓ દ્વારા કેટલીક જગ્યાએ આવી રીતે જાહેરમાં કચરો નાખવા અને ગંદકી બદલ દંડની કાર્યવાહી કરવાની વાત કરી પછી પોતાના વ્યવહાર લઈ અને દંડ કર્યા વગર ત્યાંથી નીકળી જતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.