અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા રાણીપ વિસ્તારના રહીશો માટે આયુષ્માન કાર્ડ માટે રેશનિંગ કાર્ડને અંગ્રેજીમાં કરવા તેમજ રેશનિંગ કાર્ડમાં સુધારો કરવા માટેના કેમ્પનું બે દિવસ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાણીપ વોર્ડમાંથી રહીશોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા-4 અને 5 ના રોજ રાણીપ ખાતે આવેલ વોર્ડ ઓફિસે આપણું રાણીપ, આગવું રાણીપના સૂત્ર હેઠળ અનોખો કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં રાણીપ વોર્ડના કાઉન્સિલરો વિરલ વ્યાસ, ગીતાબેન પટેલ અને ભાવીબેન પંચાલના પ્રયાસો દ્વારા વિસ્તારમાં રહેતા રહીશો માટે આયુષ્માન કાર્ડ માટે રેશનિંગ કાર્ડને અંગ્રેજીમાં કરવા તેમજ રેશનિંગ કાર્ડમાં સુધારો કરવા માટેના બે દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ અગાઉ રેશનિંગ કાર્ડને અંગ્રેજીમાં કરવા તેમજ રેશનિંગ કાર્ડમાં સુધારો કરવા માટે રહીશોને છેક લાલદરવાજા ખાતે આવેલ કચેરી સુધી ધક્કા ખાવા પડતા હતા.પુરવઠા કચેરીમાં આ કાર્યનું ભારણ ઓછુ થતા અને લોકોને ધક્કામાંથી મુક્તિ મળતા લોકોને ઘરઆંગણે આ સુવિધા મળતા મ્યુ કોર્પોરેટરોની કામગીરીને બિરદાવી હતી.