અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. અને 19 મીએ ગાંધીનગરમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે.
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર, હાલના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોધાવી છે. ત્યારે તેઓ ભાજપ માટે દેશમાં પ્રચાર કરી રહ્યા છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં તા. 18 એપ્રિલ, ગુરુવારના રોજ ભવ્યાતિભવ્ય મેગા વિજય શંખનાદ રોડ શો યોજશે.રોડ શો ના સમાપન બાદ શ્રી અમિત શાહ વેજલપુર ખાતે જાહેરસભામાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધિત કરશે, એવું અહેવાલો જણાવી રહ્યાં છે.
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ લોકસભા ક્લસ્ટર પ્રભારી શ્રી કે.સી.પટેલ અને ગાંધીનગર લોકસભાના પ્રભારી તેમજ રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયકે જણાવ્યું છે કે, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર, હાલના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તા.19 એપ્રિલ 2024, શુક્રવારના રોજ કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરશે. તે પૂર્વે તા.18 એપ્રિલ, ગુરુવારના રોજ શ્રી અમિત શાહ તેઓના મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં ભવ્યાતિભવ્ય વિજય શંખનાદ રોડ શો યોજશે.
તા. 18 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 8.00 કલાકે સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત થશે.
સાણંદ રોડ શો રૂટ:
સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ)
સાણંદ તાલુકા પંચાયત કચેરી
ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
સાણંદ બસ સ્ટેન્ડ
સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન
સવારે 9.30 કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી શ્રી અમિતભાઈ શાહના રોડ શો ની શરૂઆત થશે.
કલોલ રોડ શો રૂટ:
જે.પી. ગેટ (કલોલ શહેર)
ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
ભવાની નગર ચાલી
ખુની બંગલા તળાવ રોડ
ટાવર ચોક- સમાપન
બપોરે 3.00 કલાકે સાબરમતી ના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી શ્રી અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે.
સાબરમતી રોડ શો રૂટ:
સરદાર પટેલ ચોક
વિજય રામી સર્કલ
શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર
શાંતારામ કોમ્યુનિટી હોલ
ચાંદલોડિયા રોડ- સમાપન
સાંજે 4.30 કલાકે ઘાટલોડિયા ખાતે શ્રી અમિતભાઈ શાહના રોડ શોનું ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શનથી પ્રસ્થાન થશે.
ઘાટલોડિયા રોડ શો રૂટ:
ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન
અમૂલ ઔડા ગાર્ડન ચોક
પ્રભાત ચોક
વીર મહારાણા પ્રતાપની પ્રતિમા
ગૌરવ પથ
રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન
સાંજે 5.30 કલાકે નારણપુરા ના શ્રી અમિતભાઈ શાહના રોડ શો નું પ્રસ્થાન થશે.
નારણપુરા રોડ શો રૂટ:
રન્ના પાર્ક
ચાય વાલે
પટેલ ડેરી
એ. ઇ. સી. બ્રિજ
સહજાનંદ એવન્યુ
સોલાર ફ્લેટ
જયદીપ હોસ્પિટલ
લોયલા સ્કુલ
ક્રિષ્ના ડેરી- સમાપન
સાંજે 6.30 કલાકે વેજલપુર ના જીવરાજ પાર્ક ખાતેથી શ્રી અમિતભાઈ શાહના રોડ શો ની શરૂઆત થશે.
વેજલપુર રોડ શો રૂટ:
જીવરાજ પાર્ક
તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી
વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ
કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર – સમાપન અને જાહેરસભા
કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર ખાતે શ્રી અમિતભાઈ શાહનો મેગા રોડ શો જંગી જાહેરસભામાં પરિવર્તિત થશે જેને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સંબોધિત કરશે.