અમદાવાદ : અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઈ સેવ ઉસળની ચટણીમાંથી વંદો નીકળતા ગ્રાહક હેબતાઈ ઉઠ્યો હતો. નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઇ સેવઉસળમાં એક ગ્રાહકે જરૂરી ઓર્ડર આપ્યો હતો. જેની સાથે આવેલ ચટણીમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહકે ધ્યાન દોર્યું હતું. જોકે દુકાનદારે કહ્યું હતું કે, ચટણીમાં જાણી જોઈને નાખવામાં નથી આવતું ભૂલથી પડી ગયું હશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં વિઠ્ઠલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલા લાલાભાઇ સેવ ઉસળવાળાના ત્યાં બપોરના સમયે એક વ્યક્તિ સેવ ઉસળ લેવા માટે ગયો હતો. જ્યાંથી પાર્સલ આપ્યું હતું. જેમાં લસણની ચટણીનું પેકેટ આપવામાં આવ્યું હતું. વ્યક્તિએ લસણની ચટણીનું પેકેટ જોયું તો તેમાં કોઈ જીવજંતુ જેવું લાગ્યું હતું. જેથી તેણે પેકેટ ખોલીને જોતા તેમાંથી જ જીવજંતુ જ નીકળ્યું હતું. દુકાનમાં હાજર સ્ટાફને વ્યક્તિએ ફરિયાદ કરી હતી, તેમજ માલિક હાજર નહોતા પરંતુ તેમને ફોન કરી જાણ કરી હતી. દુકાનદારે પોતાની દુકાનમાં જાણી જોઈ અને આ રીતે ચટણીમાં કોઈ જંતુ નાખવામાં આવતું નથી, પરંતુ ક્યાંથી આવી ગયું હશે તેમ ગ્રાહકને કહ્યું હતું. આ અંગે ગ્રાહકે AMCના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રે, જુગલ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી હાથ ધરીને 5 હજારનો દંડ ફટકાર્યો હતો.
અમદાવાદમાં રોજબરોજ લોકો બહારનું ખાવાનુ ખાઈ રહ્યાં છે. બહારના ખોરાકમાં કોઈ અખાદ્ય વસ્તુ જણાય તો તેઓ AMCના કંટ્રોલ રુમના નંબર 155303 ઉપર ફોન કરીને ધોરણસરની ફરિયાદ નોંધાવી શકે છે. આવી ફરિયાદ કરવાથી સંબધિત ખાધ્ય સામગ્રી બનાવનાર અને વેચનાર સામે ધોરણસરની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરતું હોય છે.