અમદાવાદ : અમદાવાદ મણિનગરમાં રહેતી 14 વર્ષીની સગીરા તેના મિત્રો સાથે દારૂ-સિગારેટના રવાડે ચઢી ગઈ હતી. એક દિવસ સગીરા ઘરે ન આવતાં માતા-પિતા શોધતા શોધતા તેની પાસે પહોંચ્યા ત્યારે સગીરા મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી હતી.તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવી હતી. જેથી બીજા દિવસે સગીરાને સમજાવવા માટે અભયમની મદદ માંગી હતી. ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને તેની ભૂલ સમજાવી હતી. જેથી સગીરાએ કોઈ પણ વ્યસન નહીં કરે અને અભ્યાસ પર પૂરતુ ધ્યાન આપશે તેવી બાહેધરી આપી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આ અગાઉ પણ સગીરા ઘરેથી કહ્યા વગર લાંભા વિસ્તારમાં તેના મિત્રો સાથે દારૂનો નશો કરતી હતી. જો કે રાત સુધી પરત આવી ન હોવાથી માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. તે સમયે સગીરા દારૂ પીધેલી હાલતમાં મળી આવી હતી. સગીરાની પૂછપરછ કરતાં કે કંઈ બોલતી ન હતી. જેથી સગીરાને સમજાવવા માટે માતાએ 181 પર ફોન કરી મદદ માંગી હતી. અભયમની ટીમે સગીરાની પૂછપરછ કરી હતી. તે સમયે જાણવા મળ્યું હતું કે, સગીરા તેના મિત્રો સાથે છેલ્લા 4 મહિનાથી દારૂ, સિગારેટના રવાડે ચઢી ગઈ હતી. જે સાંભળીને સગીરાના માતા-પિતાના પણ હોશ ઉડી ગયા હતા.