અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવેરનેસ માટે જુદા જુદા પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવે છે. જેમાં આગામી 6 થી 12 મે સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડાર્ક ફિલ્મ લગાવેલા વાહન ચાલકો તથા મોડીફાઈડ સાયલેન્સર લગાવેલી મોટર સાયકલ ચાલક વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આવતીકાલથી ફોર વ્હીલરમાં કાચ પર ડાર્ક ફિલ્મ લગાવનાર અને ટુ વ્હીલરમાં મોડીફાઈડ સાયલેન્સર લગાવનાર વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ યોજી દંડવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામાં દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને આ અંગે સૂચના આપવામાં આવી છે. જેથી ટ્રાફિકના તમામ પોઇન્ટ પર આ મામલે સ્પેશિયલ ડ્રાઈવ યોજી વાહન ચાલકોને દંડ તથા અન્ય કાર્યવાહી કરવામાં આવશે.