29.8 C
Gujarat
Friday, November 8, 2024

અમદાવાદમાં દિવસભર મેગા રોડ શો બાદ અમિત શાહે સંબોધી વેજલપુરમાં જનસભા, જાણો શું કહ્યું ?

Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે મતવિસ્તારમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. તેમણે સાબરમતીથી વેજલપુર સુધી રોડ શો યોજ્યો હતો, જેમાં CM સહિત ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જે બાદ અમિત શાહે વેજલપુરમાં જનસભા સંબોધી હતી.

અમિત શાહે જનસભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે. આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે. તેને મજબૂત રાખવાનું છે. આ દરમિયાન મોદીનું નામ લેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ સાશન કરવા માટે આપ્યા. આંતકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ત્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ UCC આવ્યો કે ના આવ્યો? શરણાર્થીઓને નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી ના કરી? આ બધુ જ થઇ ગયું. એતો થયું જ પણ નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે, એક જમાનામાં સોનિયા-મનમોહનની સરકાર હતી. તેમની સરકારમાં રોજે રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા, ઘૂસી જતા હતા. રોજ બોમ્બ ધડાકા કરતા હતા કે નહીં? હવે તમે બધાએ 26માંથી 26 આપી, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. પુલવામા અને ઊરીમાં અટકચાળો કર્યો. હવે એમને ખબર ના પડી કે સરકાર બદલાઇ ગઇ છે. મનમોહન સિંહ વડાપ્રધાન નથી. ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. દસ જ દિવસમાં પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી સફાયો કર્યો.

નરેન્દ્રભાઇએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. 11માં નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઇએ જોતજોતામાં 11માં નંબર પરથી 5માં નંબર પર લાવવાનું કામ કર્યું છે. તેમની ગેરેન્ટી છે ભાજપનું અર્થતંત્ર દુનિયામાં 3 નંબરે રહેશે. 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઇટ, ગેસનું કનેક્શન, પાંચ લાખ સુધીનો વીમો, નળથી જલ આપવાનું કામ નરેન્દ્રભાઇએ કર્યું છે. ગુજરાતની 26-26 બેઠકો ફરી એક વખત હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની ઝોળીમાં નાંખી દેવાની છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles