અમદાવાદ : તારીખ 19 એપ્રિલ 2024ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ ગ્રામ્ય દ્વારા SVEEP કાર્યક્રમ અંતર્ગત મહત્વની કામગીરી થઈ રહી છે ત્યારે સ્કૂલ કક્ષાએથી વાલીઓમાં મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન સંકલ્પ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ઘાટલોડીયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન સંકલ્પ વેબિનારનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બે લાખ થી વધુ વાલીઓએ નાગરિકો શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહી, વધુમાં વધુ મતદાન થાય તેના અનુસંધાને મતદાન સંકલ્પ લઈ અને મતદાન જાગૃતિ માટે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ઘાટલોડીયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વાલીઓમાં મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત ‘મતદાન સંકલ્પ વેબિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વેબિનારમાં બે લાખથી પણ વધુ વાલીઓએ આગામી તારીખ-7-5-24 ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય અને વધુમાં વધુ લોકો પણ આ મહાઅભિયાનમાં જોડાય તેવા પ્રયાસ કરીશું, અંગેનો સંકલ્પ લીધો હતો.
આ ‘મતદાન સંકલ્પ વેબિનાર’ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ્ય ગોવિંદભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘના અધ્યક્ષ માણેકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘના મહામંત્રી મુકેશભાઈ પટેલ, અમદાવાદ ગ્રામ્યના ઇઆઇ સ્નેહાબેન, ઇન્દુબેન તેમજ જ્ઞાનદા ગર્લ્સ પરિવારના આચાર્ય જાગૃતિબેન પટેલ તેમજ તક્ષશિલા સંકુલના આચાર્ય તેમજ વાલી મિત્રો અને વેબીનારના લિંક દ્વારા બે લાખથી પણ વધુ વાલીઓએ આગામી તારીખ-7-5-24 ના રોજ યોજાનાર મતદાન મતદાન અંગેનો સંકલ્પ લીધો.