અમદાવાદ : શહેરની કેટલીક હોટલ,રેસ્ટોરન્ટ તથા અન્ય એકમમાંમાં હલકી ગુણવત્તાનું પનીર, બટર અને મલાઇ સહિતની ચીજો પીરસાતી હોવાની ફરિયાદો ઉઠે છે. AMCના ફૂડ વિભાગે પણ 28 માર્ચથી 2 એપ્રિલ સુધીના સપ્તાહમાં લીધેલા ખાદ્યપદાર્થના નમૂનાની લેબ તપાસમાં જાણવા મળ્યું હતું કે, 5 હોટેલના પનીર, બટર અને મલાઈ હલકી ગુણવત્તાના હતા. શહેરની અનેક હોટેલ-રેસ્ટોરાંમાં ઉતરતી કક્ષાના ખાદ્યપદાર્થોનો ઉપયોગ થઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત એપ્રિલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટલ,રેસ્ટોરન્ટ તથા અન્ય એકમમાંથી લેવામા આવેલા ખાદ્યચીજોના શંકાસ્પદ સેમ્પલ પૈકી કુલ નવ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામા આવ્યા છે.ઉપરાંત 14 થી 20 એપ્રિલના સમયમાં કુલ 68 શંકાસ્પદ સેમ્પલ લેવામા આવ્યા છે.આ સમયમાં કુલ 140 એકમને નોટિસ આપવામા આવી હતી.ખાદ્યતેલની તપાસ માટે 142 ટી.પી.સી.ટેસ્ટ કરાયા હતા.રુપિયા 46 હજાર વહીવટી ચાર્જ ફુડ વિભાગ તરફથી અલગ અલગ એકમ પાસેથી વસૂલ કરાયો હતોે.
આ એકમના નમૂના સબસ્ટાન્ડર્ડ
નામ સેમ્પલ
વિજય ફલોર ફેકટરી,દરિયાપુર ભુંગળા
રસરાજ થાળ, સોલા બટર
ફુડ ઈન રેસ્ટોરન્ટ,લાલદરવાજા પનીર
પ્રાઈમ સાગર હોટલ,કાલુપુર પનીર
ફુડ ઈન રેસ્ટોરન્ટ, લાલદરવાજા મલાઈ
દીપ રેસ્ટોરન્ટ,સરસપુર વેજ મન્ચુરીયન ડ્રાય
લીલીવાડી કાઠીયાવાડી ટેસ્ટ,નિકોલ પનીર ચીઝ બટર મસાલા
ધ પોટેસ્ટ રેસ્ટોરન્ટ, નિકોલ ટોમેટો સોસ
શ્રી રામ ટ્રેડર્સ, વિરાટનગર ફ્રાયમ્સ