અમદાવાદ : વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા નવા વાડજ વિસ્તારમાં રોનક પાર્કમાં રહેતા સ્વર્ગસ્થ રશ્મિભાઈ ભીખાભાઈ ગજ્જરની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.વ્યાસવાડી પગપાળા સંઘના સાચા સેવક અને પદયાત્રી ને શ્રદ્ધાસુમન અર્પણ કરી સંઘ સાથેનો તેમનો નાતો યાદ કરવામાં આવ્યો હતો. નવા વાડજમાં મધુકર સોસાયટીના કોમન પ્લોટમાં યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં રશ્મિભાઈના પરિવારજનો અને વ્યાસવાડી પગપાળા સંઘના આગેવાનો, પદયાત્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી રશ્મિભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સ્વર્ગસ્થ રશ્મિભાઈ ભીખાભાઈ ગજ્જરની વ્યાસવાડી પગપાળા સંઘ સાથેની કેટલીક યાદો…
વ્યાસવાડી પગવાળા સંઘની સ્થાપના વર્ષ 1994 થી 2024 સુધી સતત 30 વર્ષ સુધીમાં નિસ્વાર્થ, નિષ્ઠાવાન સેવક તરીકે તથા પદયાત્રી તરીકે રશ્મિભાઈ અલાયદું સ્થાન ધરાવતા હતા.
વ્યાસવાડી પગવાળા સંઘના કાર્યની શરૂઆત અષાઢી બીજથી પદયાત્રીના નામ લખવાની શરૂઆત થતા સૌપ્રથમ તરીકે પહેલું નામ તેઓનું રહેતું હતું.
સંઘના કામ માટે આયોજકો તથા સેવકોની મીટીંગ કરતા ત્યારે 15 દિવસ પહેલા સૌથી પહેલા વ્યાસવાડીમાં પહોંચી સંઘના કામની તૈયારી કરતા હતા.
જ્યારે સંઘ વ્યાસવાડીથી પ્રસ્થાન થાય ત્યારે ચાર રસ્તા ઉપર સૌથી પહેલા ગરબાની શરૂઆત કરી નાચતા કુદતા અને સૌને સાથે લઈને અંબાજી તરફ પ્રયાણ કરતા હતા.
સંઘ નીકળ્યા પછી રસ્તામાં સાતે સાત દિવસ લોકોને આનંદ કરાવતા કરાવતા કોઈપણ પદયાત્રીને શારીરિક તકલીફ હોય તો અંબાજી સુધી તેમની સાથે સતત રહી અંબાજી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરતા હતા.
વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા યોજાયેલ આ શ્રદ્ધાંજલિ સભામાં રશ્મિભાઈના પરિવારજનો અને વ્યાસવાડી પગપાળા સંઘના આગેવાનો, પદયાત્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતા…