અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતો આવેલ છે. જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે અનેક પ્રશ્નો નડી રહ્યા છે જેમાં સૌથી અગત્યનો પ્રશ્ન મોટુ બાંધકામ અને ગીફટ મની છે…ગીફટ મનીને કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.
એક ચર્ચા મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, કારણ કે હાઉસીંગની કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની કે ગીફટ આપવામાં આવી હોવાની હાઉસીંગના રહીશોમાં ચર્ચા થઈ રહી છે. જેમાં નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે 5 લાખ અને શાસ્ત્રીનગરમાં ‘એમ’ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે 10 ગ્રામ સોનાની લગડી આપવામાં આવી છે. આ અગાઉ પણ વસ્ત્રાપુરના આનંદવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરાના એકતા ફેસ્ટિવલ, નવા વાડજના કીરણપાર્કમાં ગીફટ મની આપ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.
હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જો હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે લોકો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને બિલ્ડર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.આમ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીની વાત માનીએ તો સરકાર કે હાઉસીંગ બોર્ડ ગીફટ મનીને લઈને કયાંય વચ્ચે આવતું નથી. આ મુદ્દો હાઉસીંગના રહીશો અને બિલ્ડર પર છોડી દીધો હોવાનું મનાઈ રહ્યું છે.
આમ તાજેતરમાં નારણપુરાની નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે 5 લાખ અને શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે 10 ગ્રામ સોનાની લગડી આપવામાં આવતા હાઉસીંગના રહીશો ગેલમાં આવી ગયા છે.અને આવનાર સમયમાં તેઓને રિડેવલપમેન્ટ બાદ ગીફટ મની મળશે એવી આશા સેવી રહ્યા છે.
હાઉસીંગના એક આગેવાનના મત મુજબ હાઉસીંગની સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ગીફટ મની કેમ જરુરી છે?
ગુજરાત સરકારે 2016 માં ગુજરાત હાઉસીંગ બોર્ડ,ઔડા તથા કોર્પોરેશને બનાવેલી 25 વર્ષ ઉપરાંત સોસાયટીઓમા 40% વધુ કાર્પેટ આપવાની એક પોલીસી રિડેવલપમેન્ટ માટે લાવ્યા.જેમાં સૌથી વધારે સોસાયટીઓ ગુજરાત હાઉસીંગ બોર્ડની બનાવેલી છે.એમાં સૌ પ્રથમ એકતા ફેસ્ટિવલ બન્યુ ત્યાં પણ બિલ્ડર અને હાઉસીંગ બોર્ડના મતમતાંતર ચાલતા હોય વાત કોર્ટ સુધી પહોંચી છે.
હાઉસીંગના એક આગેવાનના મત મુજબ અનેક હાઉસીંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જોડાવવા ઈચ્છી રહ્યા છે પરંતુ કેટલાંકને સરકારની પોલીસી મુજબ 40 બાંધકામ ઓછુ કે નાનું પડી રહ્યું છે તો કેટલીક સોસાયટીઓને ગીફટ મની નહીં આપવાની વાતને કારણ જોડાતા નથી. જો સરકાર કે હાઉસીંગ બોર્ડ બાંધકામ અને ગીફટ મની મુદ્દે કોઈ મજબૂત સુધારો લાવે તો મોટી સંખ્યામાં સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જોડાવવા ઈચ્છુક છે.
તેઓના જણાવ્યા મુજબ હાલમાં લોકો જે ફલેટમાં રહે છે એમાં રસોડાથી લઈ ફર્નીચર નવા બનાવેલા છે, જે આજની કીંમત ગણીએ તો 3 થી 5 લાખના થાય એટલે રિડેવલપમેન્ટમાં બિલ્ડરે ગીફટ મની નહી પરંતુ ફર્નીચરના વળતર પેટે આપવા જોઈએ.ગીફ્ટ મની શબ્દ એવો છે કે જેનાથી દરેકને ભીખ માંગતા હોય એવો અહેસાસ કરાવે છે જ્યારે વળતરએ આપણને થતી નુકસાની પેટે ચુકવાય છે.
અમદાવાદમાં આનંદવિહાર, એકતા ફેસ્ટિવલ, કીરણપાર્ક, નીધી એપાર્ટમેન્ટ તથા હમણા છેલ્લે 24 શાસ્ત્રીનગર એમ બ્લોકમાં પણ વળતર પેટે બિલ્ડરે ચુકવ્યા છે.જો એસોસિએશનના હોદ્દેદારોની મનસા હોય તો બિલ્ડર વળતર ચૂકવે જ…