અમદાવાદ : રાજયમાં ફરી એકવાર કોરોના વકર્યો હોય તેમ લાગે છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા છે. પાલડી NID કેમ્પસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કેસો આવતા પાલડી NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં આ કેસો નોંધાયા હોવાના જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ NID કેમ્પસમાં કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. જે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છે તેમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના અને કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓ છે. હાલમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની વિદેશની અથવા કોઈપણ અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.