22.3 C
Gujarat
Sunday, December 8, 2024

રાણીપની આ સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, જાણો કેટલા વાગે કરશે મતદાન, અમિત શાહ, આનંદીબેન પણ આવશે

Share

અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઈને દેશભરનું રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ મતદારોને રિઝવવાના પ્રયાસમાં લાગી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ એટલે કે 7 મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે. જેમાં મતદાન કરવા PM નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવવાના છે .

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી અમદાવાદથી મતદાન કરવાના છે, તમને જણાવી દઈએ કે પીએમ 7મી તારીતે સવારે 7.30 કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં PM મોદી પોતાનો મત આપવા ગુજરાત આવશે. ત્યારે હવે ફરી PM ના ગુજરાતમાં આગમનને લઈને અગાઉથી જ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરાની શાળામાં સવારે 9.30 વાગ્યે મતદાન કરશે. ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. આનંદીબેન પટેલ શીલજમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે. સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે.

ક્યા નેતા ક્યા કરશે મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થલતેજમાં મતદાન કરશે
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ખાનપુર ખાતે મતદાન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવસારીમાં મતદાન કરશે

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે
વજુભાઇ વાળા રાજકોટમાં મતદાન કરશે
મનસુખ માંડવિયા પાલીતાણામાં મતદાન કરશે
પરશોત્તમ રૂપાલા અમરેલીમાં મતદાન કરશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં મતદાન કરશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles