અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરજનો માટે રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે. જેને લઈને આજે ટ્રાફિક કમિશનર મયંકસિંહ ચાવડાએ નિર્ણય લીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે ટ્રાફિક પોલીસના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ દિવસ અગાઉ લીધેલ જરૂર વિનાના સિગ્નલ બપોરના સમયે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.આ પણ નિર્ણય યથાવત જ રહ્યો છે. હવે 123 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રહેશે. 57 સિગ્નલ ચાલુ રહેશે. પ્રાયોગિક ધોરણે શનિ અને રવિવારે 60 સિગ્નલને બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી હિટવેવને પગલે બંધ રાખવામાં આવ્યા હતા.
અમદાવાદ ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાના નિર્ણેયથી કાળ ઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જંકશનો પર બપોરે સિંગનલ બંધ રહેશે, જેથી તડકામાં સિગ્નલ પર ઉભુના રહેવું પડે તે માટે માનવતા દાખવીને પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. જો કે, કયા સિગ્નલ બંધ રાખવા અને કયા ચાલુ તે અંગે PIને સત્તા આપવામાં આવી છે.