અમદાવાદ : જીવદયા માટે કામ કરતા કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે ઉનાળામાં ખુબજ ઉપયોગી એવા પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે સવારે નારણપુરામાં આવેલ પ્રગતિનગર ગાર્ડન ખાતે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે ઉનાળામાં ખુબજ ઉપયોગી એવા પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટના ધીરેનભાઈ મહેતા, કુદરત ગ્રુપના નરોત્તમભાઈ ઠક્કર, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અજયસિંહ રાજપૂત, ચંદ્રવદનભાઈ ધ્રુવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝંખના શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે કાળઝાળ ગરમીમાં આપણે પાણી વગર નથી રહી શકતા, તો આ અબોલ જીવોની હાલત કેવી થતી હશે, એની કલ્પના કરી જુઓ. જેમ આપણે ઉનાળામાં ગરમીના કારણે ચક્કર આવે છે કે અશક્તિ લાગે છે, એમ પશુ-પક્ષીઓને પણ ડીહાઇડ્રેશન થઈ જાય છે, તો આવા સમયમાં એમના પાણીમાં ORS નાખવું, જેથી તેમને શક્તિ મળે. એમની નમ્ર વિનંતી છે કે એક કુંડું આપના ઘરની બાલ્કની, ઘરની કે ઓફીસની બહાર અથવા બગીચામાં પાણી ભરીને આ અબોલ જીવો માટે મુકો.