અમદાવાદ : અમદાવાદ શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4) દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મોત્સવના દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મોત્સવના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા નીકળશે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4) અને સહયોગી સંસ્થા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મોત્સવના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4)ના યુવા પ્રમુખ રાજેશ દવેના જણાવ્યા મુજબ અખાત્રીજના શુભ દિને સવારે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા ઇસ્કોન મંદિર સેટેલાઇટથી નીકળશે.આ શોભાયાત્રાનું જાણીતા સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાશે. જે જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ, ગુરુકુળ રોડથી પશ્ચિમના અનેક વિસ્તારોમાં થઇ વ્યાસવાડી સર્કલ નવા વાડજ ખાતે આવેલ ભગવાન પરશુરામ ચોક ખાતે શોભાયાત્રાનું સમાપન થશે.
સનાતન ધર્મના દેવી-દેવતા જેવા કે ગણેશજી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાનના વિવિધ સ્વરૂપના 10 રથ, માતાજીનો રથ, ચાર વેદ, અઢાર પુરાણ, 12 જયોતિર્લિંગ, સપ્તઋષિગણ વગેરે થઈને કુલ 61 રથોની ભવ્ય શોભાયાત્રા નીકળશે..આ ઉપરાંત તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ પરશુરામ ચોક ખાતે સવારે યજ્ઞ અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે.