અમદાવાદ : શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળા વિશે શું તમે જાણો છો? શું સરકારી ગ્રાન્ટેડ શાળામાં તમારા બાળકનું એડમિશન લેવા માગો છો, તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલો આ નવતર પ્રયોગ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકશે. તમારા ઘરના નજીકના અંતરે કઈ અને કેટલી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે અને તેમાં એડમિશન લેવા માટે શું કરી શકાય, આવી શાળામાં અભ્યાસ કરવાથી કયા સરકારી લાભો મળી શકે, તે તમામ જાણકારી આ નવતર પ્રયોગ દ્વારા આપવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ DEO એ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં QR કોડ તથા ગુગલ લીંક મારફતે વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીક કે અન્ય ઠેકાણાની ગ્રાન્ટેડ સ્કૂલોની માહિતી મેળવી શકશે.તે સિવાય ધો.9 અને 12 માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો પ્રવેશ પણ મેળવી શકશે. જો કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ કોઈ બિનજરૂરી કારણથી પ્રવેશ આપવાનો ઈન્કાર કરે તો DEO કચેરી દ્વારા પ્રવેશમાં મદદ કરાશે.
તમને જણાવી દઈએ કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં નજીવા કે નહિવત ફી ના ધોરણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે. તે અંગે કેટલાક વાલીઓ અજાણ છે. વાલીઓમાં ગ્રાન્ટેડ સ્કૂલો અંગે જાગૂતિ આવે તથા બાળકને ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષણ આપી શકે તે માટે DEO દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના માટે DEO દ્વારા તૈયાર કરાયેલી લીંક પર ક્લિક કરવાથી વાલીઓને શહેરની તમામ ગ્રાન્ટેડ સાળાઓનું લિસ્ટ મળશે.
આ ગ્રાન્ટેડ સ્કૂલામા લિસ્ટ સિવાય ગુગલ મેપનું લોકેશન, સ્કૂલનું સરનામુ, આચાર્યના નામ અને નંબર સહિતની તમામ વિગતો એક ક્લિકથી વાલીઓને મળી રહેશે. જો સ્કૂલ દ્વારા પ્રવેશ ન મળે તો DEO કચેરીના સારથી હેલ્પલાઈન નંબર 9909922648 નંબર પર મેસેજ કરીને મદદ મેળવી શકાશે.
અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીનું કહેવું છે કે અમદાવાદમાં 312 ગ્રાન્ટેડ સ્કૂલો છે. આ સ્કૂલોમાં 1150 થી પણ વધુ વર્ગ છે. અંદાજે 75,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોની બેઠક છે. જેમાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકશે.