27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદની સ્કૂલોને મળેલી બોંબ બ્લાસ્ટની ધમકી મુદ્દે મોટો ઘટસ્ફોટ, મેસેજ કોણે અને કેમ મોકલ્યો?

Share

અમદાવાદ : લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચના ખુલાસામાં હવે નવો ફણગો ફૂટ્યો છે અને પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ ધમકી ભર્યા મેઈલ રશિયન સર્વરનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં 28થી વધુ સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ તપાસ પહેલા પોલીસે કહ્યું હતું કે, આ ઇ-મેઇલ રશિયન ડોમેનથી થયા છે અને હવે આ ઇ-મેઇલ પાકિસ્તાનથી થયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ કહી રહી છે. એક અઠવાડિયામાં આ કેસની તપાસ રશિયાથી પાકિસ્તાન થઈ હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદની 24 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના કેસની તપાસમા પાકિસ્તાની કનેક્શન સામે આવ્યુ છે. અમદાવાદની શાળાઓને ઉડાવવાના ધમકીભર્યા ઇમેઇલ પાકિસ્તાનથી આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાંચે મેઈલ કઇ જગ્યા પરથી આવ્યો છે તેનુ આઈડી શોધી નાંખ્યુ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચૂંટણીના મતદાનના આગળના દિવસે જ આ ધમકીભર્યા ઇમેઇલ મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ગંભીરતાને ધ્યાનમાં લઇને ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલીક બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલોનુ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે કલાકોની તપાસ બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નહતી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આ વિસ્તારોમા પોલીસ પેટ્રોલિંગ શરુ કરાયું હતુ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles