28.7 C
Gujarat
Tuesday, July 15, 2025

SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ઇકો ચાલકે મા-બાપ વિનાના દીકરાને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત

Share

અમદાવાદ : અમદાવાદમાં SG હાઈવે પર સોલા સિવિલ પાસે હીટ એન્ડ રનની ઘટનાં બનવા પામી હતી. જેમાં રોડની બાજુમાં ઉભેલા 15 વર્ષનાં અમનને ઈકો કાર ચાલકે યુવકને કારની અડફેટે લઈ યુવકને 200 મીટર સુધી ઢસડ્યો હતો. સ્થાનિકો દ્વારા બુમો પાડવા છતાં ઈકો કાર ચાલક દ્વારા ગાડી ન રોકતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ ઈકો કાર કબ્જે કરી છે. જ્યારે ઈકો કાર ચાલક ફરાર હોઈ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં રબારી કોલોની વિસ્તારમાં રહેતા અમનને ગત તા 10 મીએ સવારે ઇકો ગાડી દ્વારા અડફેટે લઈને ગંભીર ઇજાગ્રસ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજ સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં એસજી હાઈવે ઉપર આવેલી આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે નીકળતો હતો. રોજની જેમ ગત શુક્રવારે સવારે પણ કોલેજમાં એસાઈનમેન્ટ સબમિસન માટે કોલેજ પહોંચ્યો હતો. આ દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ રોડ પર અંદરની સાઈડ ઊભો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે એક ઇકો ગાડી આવી અને અમનને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. બમ્પ આવતાં ગાડી ઊછળતા આગળ અને પાછળના ટાયર અમનની છાતી પરથી ફરી વળ્યાં હતાં.

અકસ્માત સર્જાતા આજુબાજુનાં લોકો તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. અને અમનને સારવાર અર્થે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમનનાં મિત્ર દ્વારા તેને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે અમન સંપૂર્ણ ભાનમાં હતો. તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ગ્લુકોઝની બોટલ ચઢાવીને તપાસ કરવામાં આવી હતી. પૂરતા સાધનોનો અભાવ હોવાથી અમનને અસારવા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હોવાનું તેની પિતરાઈ બહેને જણાવ્યું હતું.

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અમનના મોઢામાંથી ફીણ નીકળી ગયાં હતાં અને તેનું શરીર પણ ઠંડું પડી ગયું હતું. સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના હાજર તબીબે અમનને મૃત જાહેર કર્યો હતો.પોલીસે ઇકો કાર કબ્જે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

આ સમગ્ર મામલે અમનની પિતરાઈ બહેન મયૂરી ચિતારાએ જણાવ્યું હતું કે, અમનનાં માતા-પિતાનું અવસાન થયેલ છે. અમનનાં મમ્મી 8 વર્ષ પહેલા અને તેના પિતા 10 વર્ષ પહેલા નિધન પામ્યા છે. તેમજ છેલ્લા 10 વર્ષથી તે મારી સાથે રહે છે. તેમજ અમનથી મોટો એક ભાઈ છે જે 17 વર્ષનો છે. તેમજ એક નાનો ભાઈ છે જે 13 વર્ષનો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles