અમદાવાદ : તાજેતરમાં અમદાવાદ સહિત વડોદરા, આણંદ, રાજકોટમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા અંડર 15 બોયસ યુથ લીગ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધા જીતવા 11 ટીમ વચ્ચે રસાકસી જામી હતી. ફૂટબોલ ટુર્નામેન્ટના અંતે વિજેતા અને રનર્સઅપ ટીમને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા અંડર 15 બોયસ યુથ લીગ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતું, રાજ્યના અમદાવાદ, વડોદરા, આણંદ અને રાજકોટ ખાતે યોજાયેલ આ યુથ લીગ ટુર્નામેન્ટમાં કુલ 11 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમ વડોદરા એફએ એક લાખ, બીજા નંબરે બરોડા ફેએ 75000 નું ઇનામ ત્રીજા નંબરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને 50000 ને ઇનામ અને ચૌથા નંબરને 25000 ઇનામ મળેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન ઓક્ટોબર-2023 થી જાન્યુઆરી-2024 સુધી આયોજન કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષે ગુજરાત ફૂટબોલ એશીસીએશન દ્વારા આયોજિત અંડર 15 યુથ લીગ ટુર્નામેન્ટમાં હેડ કોચ શ્રી સુનિત આઝાદ, આસિસ્ટન્ટ કોચ કુમારી રીના રાવત અને કુમારી મુસ્કાન સિંધી તથા સ્પોર્ટ્સ અડવાઇઝર શ્રી મુકેશ રંજનના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ નીલ ચાંદેકરે, શ્રેયસ ઠાકોરની કેપ્ટનસીમાં પોતાની ટીમ વતી ઉત્કૃષ્ટ દેખાવ કરીને સેકન્ડ રનર અપ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફૂટબોલ ટુર્નામેન્ટના અંતે તમામ ટીમોને સર્ટીફીકેટ અને વિજેતાને ટ્રોફી આપવામાં આવી હતી.
ગુજરાત ફૂટબોલ એશીસીએશન દ્વારા આયોજિત અંડર 15 યુથ લીગ ટુર્નામેન્ટ દ્વારા અનેક બાળકોના જીવનલક્ષ્યને રાષ્ટ્રઘડતરમાં સમાવિષ્ટ કરવાનો શ્રેય આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે કેમ કે માત્ર 8 સ્પોર્ટ્સ એકેડમીમાંથી ખૂબ જ ટૂંકા ગાળામાં 38 સ્પોર્ટ્સ એકેડમી સ્થાપિત કરીને; આર્થિક અસમાનતા ભૂલી લાયકાતના ધોરણે બાળકો રમત ગમતમાં આગળ વધે, તેમાં પોતાની કારકિર્દી બનાવે અને રાષ્ટ્રને પણ ગૌરવ અપાવે એમ અનેક ધ્યેય સાર્થક થાય છે.