અમદાવાદ : ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.રાજ્યમાં બનાસકાંઠા,સાબરકાંઠા,વલસાડ,આણંદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરનું તાપમાન 45 કે તેથી વધુ જશે તેનું અનુમાન હવામાન વિભાગે લગાવવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને લઈને AMCએ સાવચેતી રાખવા અપીલ કરી છે. સાથે સાથે આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.રે અમદાવાદીઓએ હવે પાંચ દિવસ સાચવીને રહેવાની જરૂર છે. ત્યારે આગામી 5 દિવસ માટે ગરમી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટમાં શું કરવું અને શું ન કરવુ તે પણ જણાવ્યુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન
વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં.
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.
અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો નીચે મુજબ છે
ગરમીની અળાઈઓ
ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
માથાનો દુખાવો, ચક્કર આવવા
ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.
સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
ઉબકા અને ઉલટી થવી.
વારંવાર પાણી પીશું ગરમીથી બચીશું
હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસો માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે રેડ એલર્ટને પગલે કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામ બંધ રાખવા સૂચના અપાઈ છે. સાથે જ સગર્ભાઓ, બાળકો અને ઉંમરલાયક વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવા તાકીદ સૂચના અપાઈ છે. બિનજરૂરી કોઈપણ વ્યક્તિએ બહાર ન નીકળવા સૂચના અપાઈ. બપોરના સમયે છાંયડામાં રહેવાની સૌને ખાસ તાકીદ છે.
સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.અમરેલી, સાબરકાંઠા, યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.