અમદાવાદ : શહેરમાં વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા બંધ કરી દેવમાં આવી છે અને વિદ્યાર્થીઓને વેકેશન આપી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા શહેરની નામાંકિત એનઆઈડીમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો હતો.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી કોરોનામાં થોડીક રાહત મળી હતી. છૂટછાટ પણ મોટા ભાગે મળી ગઇ છે. પરંતુ એવામાં એકવાર ફરી રાજ્યમાં કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગઈ કાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા.