અમદાવાદ : નારણપુરામાં લોન ટોપ અપ કરાવી આપવાનું કહી 25 લાખ તથા કૃષ્ણનગરમાં એક વ્યક્તિને સચિવાલયના અધિકારીની ઓળખ આપી નોકરી અને કોલ લેટર આપવાનું કહીને ઠગાઈ કરનારા આરોપીને ઝોન-1 એલસીબીની ટીમે પ્રગતિનગર પાસેથી ઝડપી પાડ્યો છે. બંને ગુના બાદ આરોપી ત્રણ વર્ષથી ફરાર હતો. આરોપીની પૂછપરછ દરમિયાન દેવું થયું હોવાથી ઠગાઈ આચરી હોવાનું જણાવ્યું હતુ.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરામાં એક શખ્સે એક વ્યક્તિને લોન અપાવવાના બહાને લોન ટોપ અપ કરાવવાના બહાને ઠગાઇ આચરી હતી. શખ્સે 25 લાખ રૂપિયા લઈને લોનનું કામ ન કરી આપી ઠગાઈ આચરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપી અશ્વિન શાહ (અર્જુન ટાવર, ઘાટલોડિયા) ફરાર હતો. જ્યારે અશ્વિન શાહે કૃષ્ણનગરમાં પણ સચિવાયલનો નકલી અધિકારી બની એક વ્યક્તિ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું હતું.