અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગરના રહીશો માટે ખુશીના સમાચાર છે. જૂન મહિનામાં અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 સુધીના રૂટ માટે મેટ્રો ટ્રેનની શરૂઆત થશે. માહિતી મુજબ, મેટ્રો ટ્રેક પર ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનની પણ 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે આચારસંહિતા સંપૂર્ણ દૂર થયા પછી મેટ્રો રૂટનું ઉદ્ઘાટન થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 સુધીના મેટ્રો ટ્રેક પર ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનની પણ 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે છે. મેટ્રો ટ્રેક સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે, જ્યારે સ્ટેશનની કામગીરી અંતિમ તબક્કામાં છે. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આચારસંહિતા સંપૂર્ણ દૂર થયા પછી મેટ્રો રૂટનું ઉદઘાટન કરવામાં આવશે એવી માહિતી છે. જણાવી દઈએ કે, ચ-2 થી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ ડિસેમ્બર મહિનાની આસપાસ શરૂ થઈ શકે છે. અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી 28 કિમીનો મેટ્રો ટ્રેન રૂટ તૈયાર કરાયો છે.
અમદાવાદમાં મોટેરા- નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીના 28 કિલોમીટરના રૂટમાં મેટ્રો સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર રૂટ પર કુલ 22 સ્ટેશનો રહેશે. પ્રથમ તબક્કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી ચ-0 સુધીના રૂટની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. આથી આ રૂટ પર મેટ્રો ટ્રેન જૂનના ત્રીજા સપ્તાહથી દોડતી થઈ જશે. આ બંને રૂટ પર મેટ્રો રેલનો ટ્રેક સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે. જ્યારે સ્ટેશનોની કેટલીક કામગીરી બાકી છે, જે પુરી કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો સરકારી ટ્રાન્સપોર્ટ તરફ આગળ વધે અને નાગરિકોને વધુ સારી અને સુગમ ટ્રાન્સપોર્ટ સુવિધા મળે તે માટે મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. અલગ અલગ તબક્કામાં મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 સુધીનો મેટ્રો ટ્રેન રૂટ જલદી શરૂ થવાની શક્યતા છે. માહિતી છે કે જૂન મહિનામાં આ રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે.