21 C
Gujarat
Friday, December 27, 2024

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : દેશની પ્રથમ અંડર સી ટનલ તૈયાર, જુઓ Video

Share

અમદાવાદ : દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં પ્રથમવાર અંડર વોટર બુલેટ ટ્રેન દોડતી થશે, જે અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ રહેશે.દેશના અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્ત્વનો તબક્કો પાર પડ્યો છે. આ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી રહેલી અંડર સી ટનલ એટલે કે સમુદ્રમાંથી પસાર થનારી ટનલનું કામ પૂર્ણ થઇ ગયું હોવાનું રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું કામ 2020થી ચાલુ છે અને અંડર સી ટનલની કામગીરી પૂરી થઇ તે એક મોટી સિદ્ધી છે.

રેલવે પ્રધાન વૈષ્ણવે આ બાબતની જાણકારી (X) ટ્વિટ કરીને આપી હતી અને સાથે પૂરી થયેલી ટનલની કામગિરી દર્શાવતો વીડિયો પણ શેર કર્યો હતો. એડીટ(એડિશનલી ડ્રિવન ઇન્ટરમિડિયરી ટનલ) તરીકે ઓળખાતી આ ટનલ બાંધવાનું કામ ફક્ત છ મહિનાના સમયગાળામાં પૂરું કરવામાં આવ્યું હતું. આ ટનલની લંબાઇ 394 મીટર છે. 21 કિલોમીટરની મુખ્ય ટનલના બાંધકામમાં આ ટનલ મદદરૂપ થશે. 21 કિલોમીટરમાંથી સાત કિલોમીટરની ટનલ પણ અંડર સી એટલે કે સમુદ્રની અંદર બનાવવામાં આવશે. જ્યારે આખા પ્રોજેક્ટની કુલ લંબાઇ 508.18 કિલોમીટરની હશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles