અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગરમીથી ત્રાહિમામ થયા છે. વધુ પડતી ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓના હિટ સ્ટ્રોકને કારણે મોત પણ નીપજ્યા હતા. આવી કાળઝાળ ગરમીમાં મનુષ્યને ડિહાઇડ્રેશન જેવી તકલીફ થતી હોય છે, ત્યારે સામાન્ય રીતે ભારે ગરમીમાં મચ્છરજન્ય રોગ નિયંત્રણમાં આવે છે. પરંતુ ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગના દર્દીઓ પણ સારવાર અર્થે પહોંચ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની OPD માં અથવા ઇમરજન્સીમાં જેટલા પણ દર્દીઓ આવે છે. તેના 10% દર્દીઓ ગરમીને કારણે થયેલી તકલીફ માટે સારવાર લેવા પહોંચે છે. મળતી માહિતી અનુસાર, હિલ નેસના અથવા હિટ સ્ટ્રોકના દરરોજ 250-300 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થાય છે. કારણ કે, તાપમાનમા સતત વધારો થવાથી કેટલાક લોકોને તેને કારણે શરદી ખાંસી તાવ થાય છે. આ એક વાયરલ ઇન્ફેકશન હોવાથી તેના કેસમાં પણ વધારો થયો છે. ગત એક સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના 1,709 દર્દીઓ નોંધાયા હતા.
આ ઉપરાંત ઓપીડીમાં 10,221 દર્દીઓ સારવાર અર્થે પહોચ્યા હતા. જેમાંથી 1,127 દર્દીઓને વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર કરી ગયું હતું. તેને કારણે હિટ સ્ટ્રોકનામાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગત સપ્તાહ દરમિયાન હિટ સ્ટ્રોકના ત્રણ દર્દીઓ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જેમની સ્થિતિ હાલ સુધારા ઉપર છે.