અમદાવાદ : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આજથી દેશભરના લગભગ 1100 ટોલ પ્લાઝા માટેના સુધારેલા ટોલ દરોની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં ટોલ પ્લાઝા પર 3 ટકા થી 5 ટકા વધારો થયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે એ એક એવો હાઇવે છે કે જેના માટે ટોલ વધાર્યો છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વેમાં હાલમાં વન-વેના 135 અને રિટર્ન જર્નીના 205 રૂપિયા છે. હવે પાંચ ટકા વધારો થયો છે.તેના લીધે અમદાવાદથી આણંદના 85 રૂપિયા થઈ જશે. જ્યારે અમદાવાદથી નડિયાદના 65 રૂપિયા ચૂકવવા પડશે.
જ્યારે કોમર્સિયલ માટે અમદાવાદ અને નડિયાદ વચ્ચે બસના 105 રૂપિયા અને ટ્રકના 220 રૂપિયા છે. અમદાવાદથી આણંદ માટે હળવા પેસેન્જર વ્હીકલ્સ માટે બસના 140 અને ટ્રકના 290 રૂપિયા ચૂકવવા પડશે. વડોદરા હળવા વાહનોમાં બસ માટે 220 અને ટ્રક માટે 465 રૂપિયા ચૂકવવા પડશે.
વસાદ ટોલ પર નવા ભાવ કારના 150, હળવા વાહનોના 230 અને બસ અને ટ્રકના 475 રૂપિયા થશે. ખેડા ટોલ પર નવા ભાવમાં કારના 150, હળવા વાહનના 165 અને બસ-ટ્રકના 340 રૂપિયા થયા છે.